10.9.2024

સવારે ઝટપટ નાસ્તામાં બનાવો ઉપમા

Image - getty Image 

સૌથી પહેલા ઉપમા બનાવવા એક પેનમાં સોજી શેકી લો.

સોજી શેકતા સમયે ધ્યાન રાખો કે તે બળી ન જાય. શેકાયેલી સોજીને ઠંડી થવા દો.

એક પેનમાં તેલ લો. તેમાં અડદ અને ચણાની દાળના થોડા દાણા નાખી હીંગ અને લીલા મરચા ઉમેરો.

ત્યાર બાદ ઝીણી કાપેલી ડુંગળી અને ટમાટર નાખીને થવા દો. તમે વધારમાં મીઠા લીમડાના પાન નાખી શકો છો.

તમે ઉપમામાં વટાણા પણ નાખી શકો છો. આ તમામ શાકભાજી 5 થી 7 મિનીંટ ધીમા ગેસ પર થવા દો.

હવે તેમાં શેકેલી સોજી ઉમેરી હલાવો. ત્યાર બાદ છાશ નાખી બરાબર મિક્સ કરો. ઉપમામાંથી તેલ છુટે ત્યારબાદ ગેસ બંધ કરો.

તમે ગરમા ગરમ ઉપમાને દહીં અથવા ગ્રીન ચટણી સાથે સર્વે કરી શકો છો.

તમે સોજીને અગાઉથી પણ શેકીને ફ્રીજમાં મુકી શકો છો.