09 May 2024

ભગવાન પરશુરામ આજે પણ તેમના આ શિષ્યની જોઈ રહ્યા છે રાહ- જાણો કોણ છે એ શિષ્ય

મહાભારતના મહાયુદ્ધમાં ગુરુ પરશુરામના ત્રણ મહાન શિષ્યો એ પણ યુદ્ધ કર્યુ હતુ. 

આ ત્રણેય શિષ્યો અલગ અલગ પેઢીના હતા પરંતુ યુદ્ધના સમયે ત્રણેય શિષ્યોએ એક જ સેનાનો સાથ આપ્યો હતો. 

ત્રણેય શિષ્યો કૌરવ સેના માટે પાંડવોની સામે લડી રહ્યા હતા અને તેઓ એક બાદ એક સેનાપતિ પણ બન્યા હતા 

ગુરુ પરશુરામના આ ત્રણ શિષ્યો હતા ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને અંગરાજ કર્ણ 

જો ધર્મગ્રંથોનું માનીએ તો ગુરુ પરશુરામ આજે પણ તેમના સૌથી મહાન શિષ્યના આવવાની રાહ જોઈ રહ્યા છે. 

એ શિષ્ય ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી હશે. જે મહાન ગુરુ પરશુરામ પાસેથી અધર્મનો નાશ કરવાની વિદ્યા લેશે.

શ્રીમદ્ ભાગવત્ અનુસાર કલિયુગનો જ્યારે અંત થશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે.