LICની આ સ્કીમમાં મળે છે ઢગલાબંધ રિટર્ન

24 March, 2024 

LIC ની જીવન લાભ પોલિસી એ એન્ડોમેન્ટ પોલિસી છે, જેને નોન-લિંક્ડ, વ્યક્તિગત, બચત યોજના જીવન વીમો કહેવાય છે.

આ પોલિસી હેઠળ પોલિસી ધારકને મૃત્યુ પર વીમા રકમ પણ મળે છે.

જો પોલિસી ધારક મૃત્યુ પામે છે, તો તેના પરિવારને ઓછામાં ઓછી 105% વીમા રકમનો લાભ મળે છે.

આ પોલિસી હેઠળ રોકાણ કરવાનો સમય 16 વર્ષ, 21 વર્ષ અને 25 વર્ષ છે.

જો તમે 59 વર્ષની ઉંમરે રોકાણ કરો છો, તો તમને માત્ર 16 વર્ષ માટે જ રોકાણ કરવાનો અધિકાર છે.

પ્રીમિયમ દર મહિને, ત્રણ મહિના, 6 મહિના અથવા વાર્ષિક ચૂકવી શકાય છે અને પાકતી મુદતની મર્યાદા 75 વર્ષ સુધીની છે.

દરરોજ 253 રૂપિયા અથવા દર મહિને 7700 રૂપિયા અને વર્ષમાં 92400 રૂપિયાનું રોકાણ કરી શકાય છે.

રોકાણના 25 વર્ષ પછી પાકતી મુદત પર તમને લગભગ 55 લાખ રૂપિયાનો લાભ મળી શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકરી માટે છે