2 માર્ચ 2024

લીંબુ સાથે તેની છાલ પણ છે ખુબ જ ઉપયોગી આ રીતે કરી શકો યુઝ

લીંબુ એક એવું ફળ કહેવાય છે જે દરેક ઋતુમાં ફાયદાકારક હોય છે. લીંબુ વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોય છે જે સ્કીન અને વાળ માટે ફાયદાકારક છે 

જોકે માત્ર લીંબુ જ નહી પણ તેની છાલ પણ ખુબ ઉપયોગી છે. આથીં લીંબુને સ્ક્વિઝ કર્યા પછી તેને ફેંકી ન દેતા

સામાન્ય રીતે લોકો લીંબુનો રસ કાઢી તેની છાલને નકામું સમજીને ફેંકી દે છે, પરંતુ લીંબુની છાલનો અનેક રીતે ઉપયોગ થઈ શકે છે

લીંબુની છાલનો પાવડર બનાવી તેનાથી દાંત સાફ કરવાથી પાયોરિયા, દાંત પીળા પડવા, દાંતના ચેપ વગેરેમાં ઘણી રાહત મળે છે.

લીંબુની છાલને એક બોલટમાં એકઠી કરી તે બોટલનું પાણી ફુલ છોડ પર છાટતા જીવ-જંતુ દૂર રહે છે.

તમે એર ફ્રેશનર તરીકે પણ લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે લીંબુની છાલને તજ અને લવિંગ સાથે પાણીમાં ઉકાળો.

વાસણો પર પડી ગયેલ ડાઘને સાફ કરવા માટે, લીંબુની છાલને પાણીમાં ઉકાળો અને તે જ પાણીમાં વાસણ ધોવાનું પ્રવાહી ઉમેરો. વાસણ ચમકીલા બનશે

સૂકા લીંબુની છાલને બારીક પાવડરમાં પીસીને તેમાં મધ અથવા દહીં મિક્સ કરવાથી તેનું સ્ક્રબ તૈયાર થાય છે

સૂકા લીંબુની છાલનો પાવડર સાથે હળદર, ચણાનો લોટ અથવા એલોવેરા જેલ મિક્સ કરવાથી ફેસ પેક પણ બનાવી શકાય છે