2 માર્ચ 2024

પ્રી-વેડિંગમાં રાધિકાએ આ અભિનેત્રીના લુકને કર્યો  રી-ક્રિએટ

પ્રી-વેડિંગ પાર્ટીમાં રાધિકા મર્ચેન્ટ પીંક ક્રિસ્ટલથી બનેલુ ગાઉન પહેર્યું હતુ જે જોઈ લોકોએ તેના લુકના ખુબ વખાણ કર્યા હતા 

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની પહેલી રાત ભવ્ય હતી. પોપ સિંગર રીહાનાએ પોતાના પરફોર્મન્સથી કપલની કોકટેલ પાર્ટીમાં રંગ જમાવ્યો હતો.

રાધિકા મર્ચન્ટે આ રાતે સુંદર ગાઉન પહેર્યું હતું. આ ગુલાબી ઓફ શોલ્ડર  ક્રિસ્ટલથી બનેલ ગાઉનમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો લુક હવે વાયરલ થયો છે.

જોકે રાધિકાએ જે ગાઉન પહેર્યું હતુ તેવું સેમ ટુ સેમ ગાઉન અગાઉ એક અભિનેત્રી પહેરી ચૂકી છે અને તેના જ લુકને રાધિકાએ રી-ક્રીએટ કર્યો છે

રાધિકાએ જે ગાઉન પહેર્યું તેવુ જ ગાઉન મેટ ગાલા 2022માં હોલિવૂડ એક્ટ્રેસ બ્લેક લાઈવલીએ પહેર્યુ હતુ

અભિનેત્રી બ્લેક લાઇવલીએ ફેશન આઇકોન બ્રાન્ડ વર્સાચીનો Atelier Versace ટ્યૂલ કૉલમ ડ્રેસ પહેર્યો હતો. હવે તેના જ  કસ્ટમ મેઇડ ગાઉનને રાધિકાએ પહેર્યું છે.

બ્લેક લાઇવલીનો આઉટફિટ ડબલ સાઇડેડ હતો. જેમાં ગુલાબી અને વાદળી બે રંગ દેખાયા હતા

રાધિકા મર્ચન્ટે તેની કોકટેલ પાર્ટીમાં આ જ ગાઉન રી-ક્રિએટ કર્યું હતું. વર્સાચે બ્રાન્ડ દ્વારા બનાવેલ આ કસ્ટમ આઉટફિટમાં ક્રિસ્ટલ્સ, મેટાલિક લેધર અને કોપર ફોઈલ હતા.

અનંત અને રાધિકાની કોકટેલ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છે. રાધિકા મર્ચન્ટનું ગાઉન ચાહકોનું દિલ જીતી રહ્યું છે. યુઝર્સ તેને રાજકુમારી કહી રહ્યા છે.