2 માર્ચ 2024

અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલેબ્સનો જલવો, જુઓ લેટેસ્ટ તસવીરો

મુકેશ અંબાણી અને નીતા અંબાણી જામનગરમાં તેમના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન પહેલાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી રહ્યા છે.

1 માર્ચની સાંજે, પોપ સિંગર રીહાન્નાએ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. રીહાન્નાએ તેના ગાયન અને નૃત્ય સાથે એક સરસ વાતાવરણ બનાવ્યું.

આ સેલિબ્રેશનમાં આવેલા મહેમાનોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં અબજોપતિ બિલ ગેટ્સ અનંત અંબાણી સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે

બોલિવૂડ અભિનેતા અજય દેવગણ ભત્રીજા અમન સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.

અજય દેવગણે તેના મિત્ર અને કો એક્ટર અક્ષય કુમાર સાથે પણ પોઝ આપ્યા હતા. અજય સેલિબ્રેશન માટે ટ્રેડિશનલ લુકમાં હતો જ્યારે અક્ષય બ્લેક ટક્સીડોમાં હેન્ડસમ લાગતો હતો.

કરીના કપૂરે પણ તેના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સાથે પોઝ આપ્યા હતા. લવંડર સાડીમાં કરીના અદ્ભુત લાગી રહી હતી. સૈફે તેના આઉટફિટ સાથે મેચિંગ જાંબલી રંગનો શર્ટ પહેર્યો હતો.

ફેમસ બિઝનેસવુમન નતાશા પૂનાવાલાના આઉટફિટ જોવાલાયક હતા. નતાશાએ તેના સિલ્વર ડ્રેસ પર સ્ટીલ જેવું દેખાતું કવર પહેર્યું હતું. તેનો પતિ આધાર વાદળી પેન્ટ-સૂટમાં હતો.

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની સાક્ષી સાથે અંબાણી પરિવારની ઉજવણીનો ભાગ બન્યો હતો. દંપતી માટે બ્લેક આઉટફીટમાં જોવા મળ્યા હતા.

ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે પણ તેના પરિવાર સાથે અનંત અને રાધિકાના લગ્ન પહેલાની પાર્ટીમાં હાજરી આપી હતી. તે સુંદર સિલ્વર અને ગોલ્ડન સાડી પહેરેલી જોવા મળી હતી.

અનંત રાધિકાના પ્રી-વેડિંગ ફન્કશનમાં ભાગ લેવા સદ્દગુરુ પણ પહોચ્યાં હતા 

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાને પણ સ્ટાઇલિશ અંદાજમાં સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો. 

સાઉદ આફ્રીકા ટીમના પૂર્વ ક્રિકેટર ડી જે બ્રાવો પણ તેમની ગર્લફ્રેન્ડ સાથે અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં પહોચ્યાં હતા