30.8.2025

જાણો યાદવ અટકનો અર્થ અને ઈતિહાસ

Image - Social Media 

યાદવ અટક ભારતમાં જોવા મળતી અટક પૈકી એક છે. યાદવ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે.આ સમુદાય યદુ વંશ સાથે સંકળાયેલો છે.

યાદવ પ્રાચીન વૈદિક કાળના રાજા યયાતિના સૌથી મોટા પુત્ર હતા. તેમના વંશજોને યાદવ કહેવામાં આવતા હતા. તેથી યાદવ અટકનો અર્થ થાય છે.

યદુના વંશજો અથવા ભગવાન કૃષ્ણના વંશજો, કારણ કે શ્રી કૃષ્ણ પણ યદુવંશી હતા.

યાદવ પ્રાચીન ભારતના એ લોકો જે પૌરાણિક રાજા યદુના વંશજ છે. યાદવ વંશ મુખ્યત્વે આહીર, અંધક, વૃષ્ણિ તથા સત્વત નામક સમુદાયો થી મળીને બન્યો હતો. જે ભગવાન કૃષ્ણના ઉપાસક હતા.

આ લોકો પ્રાચીન ભારતીય સાહિત્યમાં યદુવંશના પ્રમુખ અંગોના રૂપમાં વર્ણિત છે. યાદવ પ્રાચીન વૈદિક કાળના રાજા યયાતિના સૌથી મોટા પુત્ર હતા.

યાદવોએ મહાભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી કૃષ્ણે પાંડવોનું માર્ગદર્શન કર્યું હતું . યાદવોએ ભારતના વિવિધ પ્રદેશોમાં શાસન કર્યું હતું.

ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં યાદવો મોટી સંખ્યામાં જોવા મળે છે.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)