વર્મા અટકનો અર્થ અને ઇતિહાસ ભારતના સામાજિક અને વંશીય માળખામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ અટક ખાસ કરીને ઉત્તર ભારત, મધ્ય ભારતમાં અને અમુક અંશે દક્ષિણ ભારતમાં જોવા મળે છે.
વર્મા શબ્દનો અર્થ બખ્તર, રક્ષક અને ઢાલ થાય છે. જેને સામાન્ય ભાષામાં યોદ્ધા કે રક્ષક પણ કહેવામાં આવે છે.
ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર ક્ષત્રિય-રાજપૂત સમાજના કેટલાક વ્યક્તિઓના નામ પાછળ વર્મા અટક લખવામાં આવે છે.
પ્રાચીન ભારતમાં ક્ષત્રિયો દ્વારા વર્મા અટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુપ્ત રાજવંશ દરમિયાન વર્મા અટકનો ઉપયોગ શાહી ઉપનામ તરીકે થતો હતો.
વર્મા અટક રાજપૂતો, કાયસ્થો અને કેટલીક અન્ય આગળની જાતિઓ સાથે પણ સંકળાયેલી છે.
દક્ષિણ ભારતના ચોલ, ચેર અને પાંડ્ય રાજવંશોમાં પણ "વર્મા" અટકનો ઉપયોગ થતો હતો. તેમજ તમિલ, મલયાલમ અને કન્નડ ભાષી પ્રદેશોમાં પણ આ અટક જોવા મળે છે.
વર્તમાન સમયમાં વર્મા અટકનો ઉપયોગ ઘણા વંશીય સમુદાયોમાં થાય છે.કાયસ્થ સમુદાયના લોકો ખાસ કરીને ઉત્તર ભારતમાં જોવા મળે છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ આપવામાં આવી છે.)