28.6.2025

માયાભાઈ આહીરની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો 

Image - freepix

આહીર શબ્દનો મૂળ અર્થ ગૌપાલક અથવા ગોવાળિયા છે. આહિરો પરંપરાગત રીતે પશુપાલન અને કૃષિ સાથે સંકળાયેલા રહે છે. સરળ ભાષામાં કહીએ તો જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા હોય છે.

આહીર જાતિનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે અને હિંદુ પૌરાણિક સાહિત્ય તથા ઇતિહાસિક પુરાવાઓમાં તેનું ઉલ્લેખ જોવા મળે છે.

આહીરો પોતાને શ્રીકૃષ્ણના વંશજ યાદવો માને છે. ભગવાન કૃષ્ણ પોતે ગોવાળિયા હતા અને ગોકુલમાં ગોપ-ગોપીઓ વચ્ચે મોટા થયા હતા.

આહીરોની ઐતિહાસિક ઉત્પત્તિ પર વિભિન્ન ઇતિહાસકારો એકમત નથી. પણ મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં યુગમાં પણ યાદવોનાં અસ્તિત્વ હતું.

આહીર જાતિ ભારતમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને બિહાર જેવા રાજ્યોમાં વસવાટ કરે છે. ગુજરાતમાં તેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે.

ગુજરાતમાં આહીર જાતિના અનેક ઉપવર્ગો છે જેમ કે મચ્છોયા, સોરઠીયા ,પરાવથરિયા પંચોળી વગેરે  .

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર આહીરમાં બાબરીઆને મળતી જાતનો ગોવાળ; ગોપ; ભરવાડ; રબારીના સમુદાયનો સમાવેશ થાય છે.

( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)