21.6.2025

Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ 

Image -  Social Media

પાટીલ અટક ભારતમાં જાણીતી છે. જેનો મૂળ ઈતિહાસ મહારાષ્ટ્રના ગ્રામીણ વહીવટી માળખા સાથે સંકળાયેલા છે.

પાટીલ અટક મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર પાટીલ શબ્દનો અર્થ ગામનો મુખી થાય છે.

મરાઠીમાં "પાટીલ" શબ્દનો ઉપયોગ ગામના વડા અથવા મુખ્ય વ્યક્તિ માટે થતો હતો. આ શબ્દનો ઉપયોગ વહીવટી શબ્દ તરીકે થતો હતો, ખાસ કરીને મરાઠા શાસન દરમિયાન પાટીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો 

આ વ્યક્તિ મહેસૂલ વસૂલવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગામની દેખરેખ રાખવા માટે જવાબદાર હતો.

પાટીલ અટક મરાઠા સામ્રાજ્ય, પેશ્વા શાસન અને પછી બ્રિટીશ રાજ દરમિયાન પણ આપવામાં આવતી પદવી હતી. આ પદ મોટાભાગે ગામમાં સામાજિક અને આર્થિક રીતે શક્તિશાળી જમીનદાર વર્ગના લોકોને સોંપવામાં આવતું હતું.

બ્રિટિશ સરકારે પાટિલ પ્રણાલી જાળવી રાખી કારણ કે તેનાથી ગ્રામીણ વિસ્તારોનો વહીવટ સરળ બન્યો હતો. "પાટીલ" અટક મુખ્યત્વે મરાઠા જાતિ દ્વારા વપરાય છે, પરંતુ તે કેટલીક અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)