24.6.2025

સોલંકી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

Image -  Social Media

ભારતમાં વિવિધ ધર્મ, જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ત્યારે વ્યક્તિના નામ પાછળ એક ખાસ ઉપનામ લખવામાં આવે છે તેને અટક કહેવાય છે. મોટાભાગના લોકો અટકનો ઈતિહાસ અને અર્થથી અવગત હોતા નથી.

સોલંકી અટક ભારતમાં જાણીતી છે. સોલંકી અટક ધરાવતા લોકો જનરલ કેટેગરી, અનુસુચિત જાતિ અને ઓબીસીમાં પણ આવે છે.

ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી મુજબ  સોલંકી અટક રાજપૂત, ખાંટ, કુંભાર, કડિયા, દરજી, મોચી, કોળી, ગોલા અને અનુસુચિત જાતિમાં આવે છે.

સોંલકી શબ્દની ઉત્પત્તિ ચાલુક્ય રાજવંશમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ અટક ચાલુક્ય વંશના રાજાઓ સાથે સંકળાયેલું છે.

સોલંકી રાજવંશ ભારતમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારના પ્રદેશમાં શાસન કર્યું હતું. મૂળરાજ સોલંકી આ વંશના પ્રથમ શાસક હતા.

સોલંકી રાજવંશના શાસનકાળમાં કલા, મંદિર નિર્માણ અને સાંસ્કૃતિક વિકાસ થયો. જેમણે મોઢેરાનું સૂર્ય મંદિરનું પણ નિર્માણ કર્યું હતુ.

વર્તમાન સમયમાં સોલંકી સમુદાયના લોકો શિક્ષણ, કલા ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.

( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)