11.5.2025

જાણો સંઘવી અટકનો અર્થ અને ઈતિહાસ

Image -  Soical media 

દેશભરમાં તમે સંઘવી અટક ધરાવતા લોકો અને તેના પરિવારને ઓળખતા જ હશો.

સંઘવી અટકએ જૈન સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી સરનેમ છે.

સંઘવી અટક મુખ્યત્વે ભારતમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ અટક ખાસ કરીને શ્વેતાંબર જૈન પંથમાં જોવા મળે છે.

શ્વેતાંબર જૈનમાં મુખ્યત્વે લોકો વ્યાપારી સમુદાયમાં, ખાસ કરીને શ્રીમલ, ઓસ્વાલ અને પોરવાલનો સમાવેશ થાય છે.

સંઘવી અટકમાં સંઘ શબ્દનો અર્થ જૂથ અથવા સંગઠન થાય છે.

જૈન ધર્મમાં સંઘનો અર્થ સાધુઓ અને સાધ્વીઓનો સમૂહ અથવા ધાર્મિક યાત્રા પર હોય તેવી યાત્રાળુઓનો સમૂહ થાય છે.

સંઘવી અટક એ જૈન વેપારીઓ અથવા નેતાઓને આપવામાં આવતું સન્માનજનક બિરુદ છે.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)