18.6.2025

રુપાણીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

Image -  Social Media

રૂપાણી અટક ભારતમાં જાણીતી છે. જે મુખ્યત્વે ગુજરાત રાજ્ય અને ખાસ કરીને લોહાણા અથવા વણિક સમુદાય સાથે સંકળાયેલી છે.

રુપાણી અટક ભારત, પાકિસ્તાન, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા અને અન્ય દેશોમાં સ્થાયી થયેલા ગુજરાતી ઇમિગ્રન્ટ્સમાં પણ જોવા મળે છે.

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર રુપાણી અટક દશા શ્રીમાળી વાણિક, ખોજા, કણબી અને લોહાણામાં જોવા મળે છે. રુપાણી અટકનો અર્થ ઘણો રસપ્રદ થાય છે.

રુપાણી શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે.  રુપાણી અટકનો શાબ્દિક અર્થ સ્વરુપ સાથેનો પરિવાર થાય છે.

લોહાણા સમુદાય મૂળ ક્ષત્રિય હતો જેમણે પાછળથી વેપાર પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.

 લોહાણા સમુદાયના લોકો ગુજરાતના જામનગર, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા હતા.

"રૂપાણી" અટક આજે ભારતમાં રાજકીય, વ્યવસાયિક અને સામાજિક સ્તરે જાણીતી છે.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)