પંચાલ અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક અટક છે. આ અટક સંસ્કૃત શબ્દ पञ्चाल પરથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ પાંચ થાય છે.( જગદીશ પંચાલ )
આ અટક પાંચ મુખ્ય હસ્તકલામાં રોકાયેલા સમુદાયો સાથે સંકળાયેલી છે. જેમાં લુહાર, સુવર્ણકાર, તાંબાકામ કરનાર, સુથાર અને પથ્થરકામ કરનાર વ્યક્તિનો સમાવેશ થાય છે.
પંચાલ સમુદાયના લોકોમાં ઇજનેરો, આર્કિટેક્ટ, શિલ્પકાર અને મંદિર બનાવનારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પંચાલ અટક ધરાવતા લોકો ભગવાન વિશ્વકર્માના વંશજ મનાય છે. ( મૃણાલ પંચાલ )
પંચાલ એ પ્રાચીન ભારતના 16 મહાજનપદોમાંનું એક હતું.જે રોહિલખંડ અને હાલના ઉત્તર પ્રદેશમાં સ્થિત હતું.
રાજ્ય ગંગા-યમુના દોઆબના ઉત્તર ભાગમાં ફેલાયેલું હતું, જે પશ્ચિમમાં કુરુ રાજ્ય, પૂર્વમાં કોસલ અને દક્ષિણમાં ચર્માણવતી નદી સુધી વિસ્તરેલું હતું.(નીલમ પંચાલ )
મધ્યયુગીન કાળમાં, વિશ્વકર્મા અટક લુહાર સાથે સંકળાયેલી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તે આહીર અથવા ખત્રી-અરોરા સમુદાયો સાથે પણ સંકળાયેલી હતી.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)