ભારતમાં મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાય સાથે જોષી અટક સંકળાયેલી છે.
આ અટક ભારતના વિવિધ રાજ્યોમાં જોવા મળે છે.
જોષી અટકની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, નેપાળ સહિતના વિસ્તારમાં વસવાટ કરતો સમુદાય છે.
જોષી શબ્દ સંસ્કૃત શબ્દ "જ્યોતિષી" પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે.
"જ્યોતિષ" નો અર્થ જે વ્યક્તિ જ્યોતિષનું જ્ઞાન ધરાવે છે, એટલે કે પંડિત અથવા પૂજારી જે ગ્રહો અને નક્ષત્રના આધારે આગાહી કરે છે, શુભ મુહૂર્ત કાઢે છે અને ધાર્મિક વિધિઓ કરે છે.
સમય જતાં "જ્યોતિષ" નો ઉચ્ચાર "જોશી"માં બદલાઈ ગયો.
દરેક જોષી પરિવારનું એક ગોત્ર તેમની ઋષિ પરંપરા સાથે જોડાયેલું છે. ઉપરાંત, કેટલાક જોષી પરિવારોમાં અલગ અલગ કુળદેવતા હોય છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)