6.8.2025

Gandhi Surname History : ગાંધી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો 

Image - Social Media 

ભગવદ્ગોમંડલ અને અન્ય પબ્લીક ડોમિનમાં આપેલી માહિતી અનુસાર ગાંધી શબ્દ સંસ્કૃત શબ્દ ગંધ પરથી આવ્યો છે. જેનો અર્થ સુગંધ થાય છે.

ગાંધી મૂળ રુપે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે સુગંધી પદાર્થનું વેચાણ કરતા હોય.

આ સંદર્ભમાં, "ગાંધી" મૂળ રૂપે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ અત્તર, સુગંધિત પદાર્થો અથવા દવાઓ બનાવતા અથવા વેચતા હતા.

ગાંધી અટક મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળતી અટક છે.

ગાંધી અટક મોટા ભાગે વણિક સમુદાયમાં જોવા મળે છે. જૈન સમુદાયમાં પણ ગાંધી અટક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર અત્તર વેચનાર માણસ, કરિયાણું, વસાણું, મસાલો અને દવા વગેરે પરચૂરણ સરસામાન વેચનાર વેપારીને ગાંધી કહેવામાં આવે છે.

આ ઉપરાંત ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર ગાંધી અટક ધરાવતા લોકો દશા શ્રીમાળી વાણિયા અને મેમણ સમુદાયમાં આવે છે.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)