19.4.2025

ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડની અટકનો શું અર્થ થાય ? જાણો  તેનો ઈતિહાસ

Image -  Soical media 

ગાયકવાડ અટકનો ઇતિહાસ મુખ્યત્વે મરાઠા સમુદાય અને મરાઠા સામ્રાજ્ય સાથે સંકળાયેલો છે.

ગાયક શબ્દનો અર્થ "ગાય" પરથી આવ્યો છે, જેનો અર્થ "પશુ" અથવા "ગાય" થાય છે.

જ્યારે "ગાયક" નો અર્થ "ગાય પાલક" અથવા "ગાય સાથે સંકળાયેલો વ્યક્તિ" થાય છે.

ગાયકવાડનો અર્થ "ગાય સાથે રહેનાર" અથવા "ગાય સાથે સંકળાયેલ વ્યક્તિ" થઈ શકે છે.

જે ઐતિહાસિક રીતે પશુપાલન અને કૃષિ સમુદાય સાથે સંબંધિત છે.

ગાયકવાડ અટક ગાયકવાડ રાજવંશ સાથે પણ મહત્વપૂર્ણ ઐતિહાસિક સંબંધ છે, જેઓ ગુજરાતના વડોદરાના શાસકો હતા.

મરાઠા સામ્રાજ્ય હેઠળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમના વહીવટી, લશ્કરી અને સાંસ્કૃતિક યોગદાનથી આ પ્રદેશમાં પોતાની છાપ છોડી હતી.

ગાયકવાડ અટક ધરાવતા ઘણા લોકો વહીવટ, શિક્ષણ, દવા અને વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે.