આદિત્ય અને કીર્તિદાન ગઢવીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

Image - Social Media 

26.9.2025

ગઢવી શબ્દ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાંથી ઉદ્ભવ્યો છે. ગઢવીનો અર્થ કિલ્લાનો સ્વામી અથવા કિલ્લાનો રક્ષક માનવામાં આવે છે.

લોકવાયકા અનુસાર ગઢવી સમુદાયની જીભે સરસ્વતી વસેલી હોય છે. આ ચારણ સમુદાયના સભ્યો દ્વારા અપનાવવામાં આવેલ આદરણીય ઉપનામ છે.

ચારણ માટે આ અટક તેમની બહાદૂરી, નેતૃત્વ અને રક્ષણાત્મક ભૂમિકાનું પ્રતીક છે.

લગભગ 98% ગઢવી પરિવારો ગુજરાતમાં રહે છે, જ્યારે તે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પ્રચલિત છે.

ચારણ-ગઢવી સમુદાયનો ઇતિહાસ 2000 વર્ષથી વધુ જૂનો છે. ગઢવી ચારણો ખાસ કરીને ગુજરાતના સોમનાથ અથવા કાઠિયાવાડના કિલ્લાઓ જેવા કિલ્લાઓના સંચાલનમાં સક્રિય હતા.

તેઓ યોદ્ધા પણ હતા અને યુદ્ધોમાં ભાગ લેતી વખતે વીરતાપૂર્ણ વાર્તાઓ રચતા હતા.

ગઢવી સમુદાયના લોકો રાજાઓ વચ્ચેના વિવાદો, ગોઠવાયેલા લગ્ન પ્રસ્તાવો અને  વ્યવસાયિક કરારોનું નિરાકરણ લાવતા હતા.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)