વાસ્તુશાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરમાં ઉગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને આર્થિક લાભની શક્યતા સર્જાય છે. પણ શું તેને રસોડામાં લગાવી શકાય છે?
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટને ધન આકર્ષિત કરનાર માનવામાં આવે છે. તેને રસોડામાં રાખવાથી ઘરમાં ધન-સંપત્તિ વધે છે.
મની પ્લાન્ટ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ બને છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો શુભ છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એવું માનવામાં આવે છે કે આ દિશામાં સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો વાસ છે.
ઘરના રસોડામાં મની પ્લાન્ટ લગાવવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ઉપરાંત, તમને દેવામાંથી મુક્તિ મળે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટ રસોડામાં બારી કે પ્રવેશદ્વાર પાસે મૂકી શકાય છે.
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)