25.5.2025

Plant In Pot : શું છોડ પર કીડીઓ અને જીવડાંઓનો ત્રાસ વધી ગયો છે ? આ ટીપ્સ અપનાવો

Image -  Soical media 

ઘરે ઉગાડેલા છોડ પર ઘણી વખત જીવડાંઓનો આતંક જોવા મળે છે.

છોડ પરથી કીડીઓ અને જીવડાંને દૂર કરવામાં ન આવે તો છોડનો વિકાસ અટકી જાય છે.

છોડ પરથી જીવડાં અને કીડીઓને દૂર કરવા માટે કેટલીક ટીપ્સ અપનાવી શકો છો.

લસણની કળીઓને પીસીને પાણીમાં ઉકાળો અને આ દ્વાવણને ઠંડુ કર્યા પછી તેને બોટલમાં ભરી લો.

આ લસણના પાણીનો છંટકાવ કરશો તો કીડીઓ અને જીવડાં દૂર થઈ જશે.

તમે તજના પાવડરનો પણ આ રીતે ઉપયોગ કરી શકો છો.

કોફીને પાણીમાં ઉકાળીને છોડ પર છાંટવાથી પણ કીડીઓ દૂર થાય છે.

આ ઉપરાંત તમે લીલા મરચાને પાણીમાં ઉકાળીને તેને પણ છોડ પર છાંટી શકો છો.