કાવ્યા મારને IPLમાં હાર બાદ પણ આ રીતે કરી 5,200 કરોડની કમાણી
સનરાઈઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારન વાસ્તવિક બાજીગર છે, જેમણે માત્ર ટીમને ફાઇનલમાં જ નહીં પરંતુ તેની કંપનીના શેરમાં પણ વધારો કર્યો હતો.
કાવ્યા મારનના પિતા કલાનિધિ મારનની કંપની સન ટીવી નેટવર્કના શેર IPLની શરૂઆત પહેલા ઘટી રહ્યા હતા. IPL શરૂ થતાં જ જાણે શેરને પાંખો મળી ગઈ.
29 ડિસેમ્બર, 2023ના રોજ કંપનીનો શેર રૂપિયા 710.90 હતો. ત્યારથી કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 21 માર્ચ, 2024 સુધીમાં કંપનીના શેરમાં 16 ટકાનો ઘટાડો થયો હતો.
IPL 22 માર્ચે શરૂ થઈ અને કંપનીના શેરો ઉછળ્યા. જોકે હવે IPL પૂરી થઈ ગઈ, ચૂંટણી પૂરી થઈ, PMએ શપથ લીધા, જેમાં કંપનીના શેરમાં 22 ટકાનો વધારો થયો છે.
IPLને લગભગ 80 દિવસ વીતી ગયા. 10 જૂને કંપનીના શેર 725.10 રૂપિયા પર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 131 રૂપિયાનો વધારો થયો છે.
ખાસ વાત એ છે કે આ 80 દિવસોમાં કંપનીના માર્કેટ કેપમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે પણ કોઈ કંપનીના શેરમાં વધારો થાય છે ત્યારે તે કંપનીનું મૂલ્યાંકન પણ વધે છે.
21 માર્ચે સન ટીવી નેટવર્કનું માર્કેટ કેપ રૂપિયા 23,414.54 કરોડ હતું. ત્યારથી 80 દિવસ વીતી ગયા છે. મીડિયા ગ્રુપ સન ટીવી નેટવર્કનું માર્કેટ કેપ 10 જૂનના રોજ રૂપિયા 28,575.08 કરોડ થઈ ગયું છે.
આનો અર્થ એ થયો કે આ 80 દિવસમાં સન ટીવી નેટવર્કના માર્કેટ કેપમાં રૂપિયા 5,160.54 કરોડનો વધારો થયો છે. મતલબ કે કંપનીના વેલ્યુએશનમાં સારો એવો વધારો થયો છે.