કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે

20 April, 2024

જયા કિશોરીનું નામ દેશના પ્રખ્યાત પ્રેરક વક્તાઓ અને કથાકારમાં આવે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

જયા કિશોરી અવારનવાર ઈન્ટરવ્યુ આપે છે અને પોતાના અંગત જીવન વિશે પણ વાત કરે છે.

જયા કિશોરીને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, 'જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે તમે શું કરો છો?'

આ સવાલ પર જયા કિશોરીએ કહ્યું, 'મને મારી મરજીથી ગુસ્સો આવે છે.

'મરજીનો અર્થ એ છે કે મેં મારા જીવનનો રિમોટ કંટ્રોલ બીજા કોઈને આપ્યો નથી જેથી કોઈ આવીને મને ગુસ્સે કરી ત્યાંથી જતું રહે.'

'પછી ગુસ્સે આવે એ પછી હું તેમના પ્રમાણે રિએક્ટ કરીશ એવું નથી.'

'જ્યારે મને ગુસ્સો આવે છે, ત્યારે હું એટલું જ કહું છું કે મને છેડશો નહીં. મને ગુસ્સો આવે છે. મને રોવું પણ આવે છે. મને પણ દુઃખ થાય છે. પછી હું શાંત થઈ જાઉં છું.'

'હું જૂઠું નહીં બોલીશ પણ પછી એવી વાતો કહીશ જે એકદમ સાચી હશે'

'જો તમને એવું લાગતું હોય કે કોઈએ ગુસ્સો ન કરવો જોઈએ, તો પહેલું પગલું એ છે કે તમે પણ ગુસ્સો ન કરો.