જયા કિશોરીની માતા-પિતાને અપીલ, ભૂલથી પણ બાળકોને આ 4 વાત ન કહેતા

13  April, 2024

જયા કિશોરી જાણીતા આધ્યાત્મિક ગુરુ અને પ્રેરક વક્તા છે.

મોટી સંખ્યામાં લોકો જયા કિશોરીને સાંભળે છે અને ફોલો કરે છે.

જયા કિશોરીએ જણાવ્યું છે કે માતા-પિતાએ બાળકો સાથે કેવું વર્તન કરવું જોઈએ.

જયા કિશોરીના કહેવા પ્રમાણે, માતા-પિતાએ તેમના નાના બાળકોને ક્યારેય એવું ન કહેવું જોઈએ કે આને મારી દો, આમ કરવાથી બાળકોની આદતો બગડી જાય છે. ભવિષ્યમાં બાળકનું વર્તન હિંસક બની શકે છે.

જયા કિશોરી કહે છે કે ઘણા માતા-પિતા નાના બાળકો પાસેથી અપશબ્દો કે ગંદા શબ્દો સાંભળીને ખુશ થાય છે. તેઓએ આવું બિલકુલ ન કરવું જોઈએ.

જયા કિશોરીના કહેવા પ્રમાણે, માતા-પિતાએ તેમના બાળકોની સામે ક્યારેય ઝઘડવું ન જોઈએ અથવા કોઈ અન્ય પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે બાળક જે જુએ છે તે શીખે છે.

બાળકોની સામે ક્યારેય ખોટું ન બોલો. જો બાળક તમને જુઠું બોલતા જુએ તો તેને લાગે છે કે આમ કરવામાં કોઈ નુકસાન નથી.

જયા કિશોરી વારંવાર કહે છે કે જો બાળકોને બાળપણમાં જ યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો તેઓ ભવિષ્યમાં એક સારા સમાજનું નિર્માણ કરી શકશે.