IPLમાં KKRનો બેટ્સમેન છે ગોવિંદાનો જમાઈ

14 April, 2024

કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણા પોતાના અંગત જીવનને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે.

નીતિશ રાણાની પત્નીનું નામ સાચી મારવાહ છે. આ કપલે વર્ષ 2019 માં લગ્ન કર્યા હતા.

KKRનો આ સ્ટાર બેટ્સમેન બોલિવુડ એક્ટર ગોવિંદાનો જમાઈ છે.

સાચી મારવાહ ગોવિંદાની ભત્રીજી લાગે છે. જોકે સચી બોલિવુડથી દૂર છે. સાચી વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે.  

સાચી મારવાહ શુભમન ગિલની બહેનની પણ મિત્ર છે.

એકવાર કપિલ શર્માના શોમાં ગોવિંદાના ભત્રીજા અને પ્રખ્યાત કોમેડિયન કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે સાચી તેની કઝીન બહેન છે.

આવી સ્થિતિમાં નીતિશ રાણા કૃષ્ણા અભિષેકના સાળા અને ગોવિંદાના જમાઈ બન્યા

તમને જણાવી દઈએ કે નીતિશ રાણાએ 2016માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું.  

જો આપણે રાણાની IPL કારકિર્દી પર નજર કરીએ તો તેણે અત્યાર સુધીમાં કુલ 106 મેચ રમી છે

આ સમયગાળા દરમિયાન 28.29ની એવરેજથી કુલ 2603 રન બનાવ્યા છે.