26 March 2024

જયા કિશોરીએ આપ્યો તેની ફિટનેસનો મંત્ર, તમે પણ કરી શકો છો ફોલો

રાજસ્થાનના ગૌડ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી જયા શર્માને આજે હર કોઈ જયા કિશોરીથી ઓળખે છે.

Credit: Instagram

રાજસ્થાનમાં જન્મેલી જયા કિશોરીએ 6 વર્ષની ઉમરથી કથા કરવાનુ શરૂ કરી દીધુ હતુ. 

આજે જયા કિશોરીનું નામ દેશની ખ્યાતનામ કથાવાચક અને મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતુ છે.

જયા કિશોરીએ તેમના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેમણે પોતાનુ વજન કેવી રીતે ઘટાડ્યુ અને તેના માટે તે કઈ એક્સરસાઈઝ કરતા હતા.

જયા કિશોરીએ એક્સરસાઈઝ વિશે જણાવ્યુ કે મારુ પ્રોપર એવુ કોઈ રૂટીન નથી પરંતુ હું કોશિષ કરુ છુ કે એકસરસાઈઝ કરુ. કારણ કે મારુ મોટાભાગનું કામ બેસવાનું છે. 

મને એક્સરસાઈઝમાં ચાલવાનુ સૌથી વધુ ગમે છે, પરંતુ હું બહુ બહાર નથી ફરી શક્તી કારણ કે લોકો ઘેરી વળે છે આથી રૂમની અંદર જ એકસરસાઈઝ કરી લઉ છુ.

થોડા યોગાસન, કેટલીક એકસરસાઈઝ અને કાર્ડિયો કરુ છુ. થોડા સમય માટે મે વર્કઆઉટ પણ કર્યુ હતુ જેનાથી વજન ઓછુ થાય છે.

મને થોડો આઈડિયા છે કે મારે શું કરવુ જોઈએ અને મારા શરીરને કઈ એક્સરસાઈઝ માફક આવે છે