26-3-2024

લકી બામ્બુ પ્લાન્ટની સંભાળ રાખવા અપનાવો આ ખાસ ટીપ્સ

Pic - Freepik

લકી બામ્બુ પ્લાન્ટ ખૂબ જ સુંદર લાગે છે. ઘણા લોકો તેને પોતાના ઘરમાં રાખે છે. આ સાથે જ આ છોડ હવાને શુદ્ધ કરે છે.

લકી બામ્બુ પ્લાન્ટ ઘરમાં લગાવવાનું એક કારણ એ છે કે આ છોડ લક લાવે છે. એટલા માટે તેને લકી બેમ્બુ પ્લાન્ટ કહેવામાં આવે છે.

આજે અમે તમને  જણાવીશું કે તમે લકી બામ્બુ પ્લાન્ટની યોગ્ય કાળજી કેવી રીતે રાખી શકો છો. 

લકી બામ્બુ પ્લાન્ટ એક એવો છોડ છે જે છાયામાં ઉગે છે.તેથી તેને સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો.

લકી બામ્બુ પ્લાન્ટને તડકામાં રાખવાથી તેના પાંદડા પીળા થઈ શકે છે.

લકી બામ્બુ પ્લાન્ટ માટી વગર પાણીમાં ઉગાડી શકાય છે. જો તમે તેને જમીનમાં રોપતા હોવ તો તેમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરો.

લકી બામ્બુ પ્લાન્ટમાં નળનું પાણી અથવા ક્લોરીન યુક્ત પાણી નાખવાનું ટાળો.

લકી બામ્બુ પ્લાન્ટમાં ફિલ્ટર કરેલું પાણી 8 થી 10 દિવસે બદલતા રહેવુ જોઈએ.

ઘરે બનાવો જંતુનાશક સ્પ્રે, અપનાવો આ સરળ ટીપ્સ