હાઈ બ્લડપ્રેશરની સ્થિતિમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ

26 March, 2024 

Image - Socialmedia

બ્લડ પ્રેશર એક ક્રોનિક બિમારી છે જેને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે.

Image - Socialmedia

બ્લડ પ્રેશર બે પ્રકારના હોય છે, હાઈ અને લો અને બંને સ્થિતિ સ્વાસ્થ્ય માટે જોખમી છે. બ્લડ પ્રેશર સામાન્ય રહે તે માટે તે મહત્વનું છે.

Image - Socialmedia

મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. હાઈ બીપીના આ રોગ માટે તણાવ, વધતું વજન, ડાયાબિટીસ, કિડનીની બીમારી, આળસ, હવામાનમાં ફેરફાર અને ખરાબ આહાર જવાબદાર છે.

Image - Socialmedia

જો બ્લડ પ્રેશર હાઈ થઈ ગયુ હોય  તો આ ખોરાક ખાવાથી બચજો 

Image - Socialmedia

જો બ્લડપ્રેશર હાઈ રહે તો મીઠાનું સેવન ઓછું કરો. મીઠામાં સોડિયમ હોય છે જે તમારા શરીરમાં સોડિયમની માત્રા વધારે છે.

Image - Socialmedia

 પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળો તેમાં પણ સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે.

Image - Socialmedia

 ફ્રોઝન ફૂડનું સેવન ન કરો. કોઈક દિવસ ચાલે પરંતુ ફ્રોઝન ફૂડના નિયમિત સેવનથી માત્ર હાઈ બીપી જ નહી પણ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ પણ ઊભી થાય છે.

Image - Socialmedia

આલ્કોહોલનું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર વધારી શકે છે. આલ્કોહોલિક પીણાના સેવનથી બ્લડ પ્રેશર વધવાની શક્યતા વધી જાય છે

Image - Socialmedia

ખાંડવાળા ખોરાક તેમજ સોફ્ટ ડ્રિંક્સથી દૂર રહો તે પણ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે

Image - Socialmedia