2.7.2025

જરીવાલાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

Image -Soical media 

જરીવાલા અટક ભારતમાં જાણીતી છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને આસપાસના વિસ્તારોના વેપારી વર્ગોમાં જોવા મળતી અટક છે.

જરીવાલાનો શાબ્દિક અર્થ થાય છે કે જરી કામદાર અથવા જરી સાથે સંબંધિત વ્યક્તિઓ આ અટકનો ઉપયોગ કરતા હોય છે.

ભારતમાં જરીકામ પ્રાચીન કાળથી એક સમૃદ્ધ કલા રહી છે, ખાસ કરીને ગુજરાત અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તે પ્રખ્યાત છે. સુરત જરી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હતું.

જરીવાલા અટક ઘણા સમુદાયોમાં જોવા મળે છે, જેમ કે ખત્રી, વણિક, મુસ્લિમ અને કેટલીક કારીગર જાતિઓ આ અટકનો ઉપયોગ કરે છે.

કેટલાક જરીવાલા પરિવારો વિદેશમાં પણ સ્થાયી થયા છે - ખાસ કરીને આફ્રિકા, યુકે, યુએસ અને કેનેડામાં - અને તેમની પરંપરાગત અટક જાળવી રાખી છે.

જરીવાલા એ એક પરંપરાગત ભારતીય અટક છે જે ઝરી કાર્ય સાથે સંકળાયેલા વ્યવસાય અને વ્યવસાયિક સમુદાયને દર્શાવે છે.

આ અટક વ્યવસાયના આધારે ઉદ્ભવી અને સમય જતાં એક વંશીય ઓળખ બની ગઈ. તેનો ઉપયોગ કરતા પરિવારો સામાન્ય રીતે કાપડ ઉદ્યોગ, વેપાર અથવા કારીગરીમાં સામેલ હોય છે.

 (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)