ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીનો આપત્તિ જનક વીડિયો વાયરલ

21  March, 2024 

દાવો કરવામાં આવ્યો છે કે બે લોકોએ મહિલા નેતાનો ચહેરો એડલ્ટ મૂવી સ્ટારના ચહેરા પર લગાવ્યો હતો.

ત્યારબાદ તેને અમેરિકન એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી.

આરોપીઓમાં પિતા-પુત્રનો સમાવેશ થાય છે.

બંનેએ સાથે મળીને મેલોનીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો.

હવે જ્યોર્જિયા મેલોનીએ આ માટે વળતરની માગ કરી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કથિત એડલ્ટ વીડિયો અપલોડ કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન દ્વારા આરોપી સુધી પહોંચી હતી.

આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપ છે કે 40 વર્ષીય વ્યક્તિએ તેના 73 વર્ષીય પિતા સાથે મળીને આ વીડિયો બનાવ્યો અને તેને પબ્લિશ કર્યો.