શું તમારા ફોન પણ થાય છે સ્લો ચાર્જિંગ ? તો અપનાવો આ ટ્રિક્સ 

28 May, 2024 

Image - Instagram

સ્માર્ટફોન આજે આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. સ્માર્ટફોન વડે આપણા ઘણા કાર્યો સરળ બની જાય છે.

Image - Instagram

લોકોને ઘણીવાર સ્માર્ટફોનમાં સ્લો ચાર્જિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે. નવા સ્માર્ટફોન ઝડપથી ચાર્જ થાય છે પરંતુ જૂના ફોનમાં આ સમસ્યા હંમેશા જોવા મળે છે. 

Image - Instagram

ત્યારે આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા જૂના ફોનને પણ ઝડપથી ચાર્જ કરી શકશો. 

Image - Instagram

ચાર્જિંગ દરમિયાન ડેટા ચાલુ રાખવાથી ચાર્જિંગ ધીમું થઈ જાય છે, તેથી એ મહત્વનું છે કે તમે એરોપ્લેન મોડ કે ડેટા બંધ કરીને ચાર્જમાં મુકો

Image - Instagram

જો તમે સ્માર્ટફોનને સ્વિચ ઓફ કરીને ચાર્જ કરો છો, તો ફોન તેનાથી પણ વધુ ઝડપે ચાર્જ થશે. 

Image - Instagram

સ્માર્ટફોનને બેક કવર સાથે ચાર્જમાં લગાવવાથી ફોન જલદી ગરમ થઈ જાય છે આથી ફોન ગરમ થતા ઝડપી ચાર્જ થતો નથી આથી બેક કવર કાઢીને ચાર્જમાં મુકો 

Image - Instagram

ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે, તમે તે એપ્સને બંધ કરી શકો છો જે  બેટરીનો વપરાશ વધુ કરતી હોય  

Image - Instagram

સ્માર્ટફોનને સુપરફાસ્ટ સ્પીડ પર ચાર્જ કરવા માટે, હંમેશા ફોનને તેની સાથે આવેલા ચાર્જરથી ચાર્જ કરો ખોવાઈ જાય કે તૂટી જાય તો તે જ કંપનીનું ચાર્જર ખરીદવાનો આગ્રહ રાખો

Image - Instagram

જો બ્લૂટૂથ, વાઇ-ફાઇ અને લોકેશન ઓન હશે તો પણ ધીમુ ચાર્જ થશે આથી તેને બંધ કરો અને  ફોન ચાર્જમાં મુકો  

Image - Instagram