11 February 2025

શું હવે નથી ચાલતો 50 પૈસાનો સિક્કો? જાણો શું કહે છે RBIના નિયમો

Pic credit - Meta AI

આજકાલ 50 પૈસાનો સિક્કો ચલણમાં નથી. હવે સામાન્ય વ્યવહારોમાં 50 પૈસાનો ઉપયોગ થતો પણ નથી.

Pic credit - Meta AI

ત્યારે શું ખરેખર 50 પૈસાનો સિક્કો બંધ થઈ ગયો છે? જાણો અહીં RBIનો નિયમો શું કહે છે?

Pic credit - Meta AI

RBI દ્વારા મે 2024માં જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 50 પૈસાના સિક્કા હજુ પણ લીગલ ટેન્ડર છે.

Pic credit - Meta AI

હાલમાં RBI દ્વારા 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કા જાહેર કરવામાં આવે છે.

Pic credit - Meta AI

50 પૈસા સુધીના સિક્કાને 'સ્મોલ કોઈન' કહેવામાં આવે છે અને એક રૂપિયા અને તેનાથી વધુના સિક્કાને 'Rupee Coin' કહેવામાં આવે છે.

Pic credit - Meta AI

સિક્કા અધિનિયમ, 2011 હેઠળ, 1000 રૂપિયા સુધીના સિક્કા જાહેર કરી શકાય છે.

Pic credit - Meta AI

તે જ સમયે, 30 જૂન, 2011 થી 25 પૈસાના સિક્કા ચલણમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તે લીગલ ટેન્ડર નથી.

Pic credit - Meta AI

RBIના જણાવ્યા અનુસાર હાલમાં સિસ્ટમમાં 50 પૈસાનો સિક્કા પણ 1, 2ના સિક્કાની જેમ હાજર છે જે બહાર કરવામાં આવ્યા નથી.

Pic credit - Meta AI