6 મે 2025

IPLની તમામ 10 ટીમોના અસલી માલિકો કોણ છે?

મુંબઈ ઈન્ડિયન્સને  મુકેશ અંબાણી અને નીતા અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 2008માં ખરીદ્યું હતું. તેમાં તેમનો 100 ટકા હિસ્સો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડની 100% માલિકીનું છે. તેમણે પણ 2008માં  તે ખરીદ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સનરાઈઝર્સ હૈદરાબાદને 2012માં કલાનિધિ મારનના સન ટીવી નેટવર્ક દ્વારા ખરીદવામાં આવ્યું હતું. તેમાં તેમનો 100 ટકા હિસ્સો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સંજીવ ગોયેન્કાની માલિકીની RPSG ગ્રુપે 2021માં  લખનૌ સુપર જાયન્ટ્સની ફ્રેન્ચાઈઝી ખરીદી હતી.  આ ગ્રુપ પાસે સંપૂર્ણ હિસ્સો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હી કેપિટલ્સમાં 50 ટકા હિસ્સો પાર્થ જિંદાલના JSW ગ્રુપ પાસે છે અને બાકીનો  50 ટકા હિસ્સો જીએમ રાવના GMR ગ્રુપ પાસે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોલકાતા નાઈટ રાઈડર્સના 55% શેર રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટ પાસે છે, જે શાહરૂખ ખાનના માલિકીનું છે. જ્યારે 45% શેર જુહી ચાવલાના પતિ જય મહેતાના મહેતા ગ્રુપ પાસે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગુજરાત ટાઈટન્સમાં ટોરેન્ટ ગ્રુપ 67 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે CVC કેપિટલ 33 ટકા હિસ્સો ધરાવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહિત બર્મન પંજાબ કિંગ્સમાં 46% શેર ધરાવે છે. જ્યારે નેસ વાડિયા અને પ્રીતિ ઝિન્ટા પાસે 23-23% શેર છે અને  કરણ પોલ પાસે 8% શેર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈમર્જિંગ મીડિયાના માલિક મનોજ બડાલ રાજસ્થાન રોયલ્સમાં 65% શેર ધરાવે છે. રેડ બર્ડ 15% હિસ્સો ધરાવે છે, જ્યારે 20% શેર ઘણા લોકોમાં વહેંચવામાં આવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈન્ડિયા સિમેન્ટ્સ ચેન્નાઈ સુપર કિંગ્સમાં 30% હિસ્સો ધરાવે છે. 7% શેર શારદા લોજિસ્ટિક્સ પાસે છે અને 6% શેર LIC પાસે છે. જ્યારે 57% શેર જાહેર જનતામાં વહેંચાયેલા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM