ગુજરાતના MLA રિવાબા અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનું કાર કલેક્શન

30  March, 2024

ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા IPLની 17મી સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

જાડેજા ક્રિકેટ અને જાહેરાતો દ્વારા ખૂબ કમાણી કરે છે, તેથી તે લક્ઝરી લાઈફ પણ જીવે છે.

આજે અમે તમને આ ઓલરાઉન્ડરના કાર કલેક્શન વિશે માહિતી આપી રહ્યા છીએ. ચાલો જાણીએ કે જાડેજા પાસે કઈ કાર છે.

જાડેજા પાસે રોલ્સ રોયસ Wraith લક્ઝરી કાર છે જેની કિંમત લગભગ 6.22 કરોડ છે.

રોલ્સ રોયસ Wraith માં 6.6 L પેટ્રોલ એન્જિન છે જે 591 bhp ની મજબૂત પિકપ અને 900 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

રોલ્સ રોયસ Wraith ઉપરાંત જાડેજા પાસે Audi Q7 કાર પણ છે જેની શરૂઆતી કિંમત 84.70 લાખ રૂપિયા છે.

આ કારમાં 3.0 L ટર્બો પેટ્રોલ એન્જિન છે જે 335 bhp મહત્તમ પાવર અને 500 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.

રવિન્દ્ર જાડેજા પાસે ઓડી A4 સેડાન કાર પણ છે. તેની શરૂઆતી કિંમત 43.85 લાખ રૂપિયા છે.

કારમાં 2.0 L પેટ્રોલ એન્જિન છે જે 187.74 bhpનો મહત્તમ પાવર અને 320 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

જાડેજા BMW X1 પણ ચલાવે છે જેની કિંમત 45.90 લાખ રૂપિયાથી શરૂ છે.