પંતનું કમબેક જોવા સોનમ સ્ટેડિયમમાં પહોંચી હતી.

23   March, 2024 

ઋષભ પંતે ક્રિકેટના મેદાન પર પુનરાગમન કર્યું છે.

તેણે પંજાબ કિંગ્સ સામે 18 રન બનાવ્યા અને શાનદાર સ્ટમ્પિંગ પણ કર્યું.

જોકે, પંતની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ પ્રથમ મેચ હારી ગઈ હતી. પંજાબ કિંગ્સે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી.

ઋષભ પંતની આ મેચ જોવા પંજાબની જાણીતી અભિનેત્રી સોનમ બાજવા પણ પહોંચી હતી.

સોનમે સમગ્ર મેચ દરમિયાન પંજાબ કિંગ્સને સપોર્ટ કર્યો હતો.

જોકે, તે ઋષભ પંતની ટીમની રમતનો આનંદ માણતી પણ જોવા મળી હતી.

સોનમ બાજવા પંજાબના ઘણા ક્રિકેટરોની સારી મિત્ર છે. જેમાં શુભમન ગિલ મોટું નામ છે.

સોનમ બાજવા માત્ર પંજાબમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ ફેમસ છે.

સોનમ એક ફિલ્મ કરવા માટે 2 થી 3 કરોડ રૂપિયા લે છે.