હાર્દિકને શાસ્ત્રીની સલાહ

02 April, 2024

મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાનો દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે અને હવે તે એક મોટો મુદ્દો બની ગયો છે.

IPL 2024માં, મુંબઈએ પહેલીવાર વાનખેડે ખાતે મેચ રમી હતી અને પંડ્યાને તેના હોમ ગ્રાઉન્ડ હાર મળી હતી.

હાર્દિક પંડ્યાની હુટિંગ બાદ રવિ શાસ્ત્રી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તેણે પંડયાને શાનદાર સલાહ આપી છે.

શાસ્ત્રીએ પંડ્યાને સલાહ આપી કે તેણે માત્ર રમત પર ધ્યાન આપવું જોઈએ. તેનું પ્રદર્શન બધાને અવાચક કરી દેશે.

શાસ્ત્રીએ મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

તેણે કહ્યું કે પંડ્યા-રોહિતની કેપ્ટનશીપના મુદ્દાને સારી રીતે હેન્ડલ કરી શકાયો હોત.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે IPL ટીમના માલિકો જ પોતાનો કેપ્ટન પસંદ કરે છે અને મુંબઈ ઈન્ડિયન્સે પણ એવું જ કર્યું.

મુંબઈ ઈન્ડિયન્સ આ ટૂર્નામેન્ટમાં પ્રથમ ત્રણ મેચ હારી ચૂક્યું છે અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.