IPL 2024 ની પ્રથમ મેચમાં જોવા મળી કોહલી-ધોનીની મિત્રતા

22  March, 2024 

IPL 2024 ની પ્રથમ મેચ ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી.

આ મેચમાં જ્યારે બેંગલુરુની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જ્યારે ચેન્નાઈની ટીમ નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં રમાઈ હતી.

વિરાટ કોહલી સાથે આરસીબી માટે ઓપનિંગ કરવા ડુપ્લેસીસ આવ્યો હતો. આ પછી મેદાન પર વિરાટ અને ધોનીની મિત્રતા જોવા મળી હતી.

વિરાટ ધોનીના ખભા પર હાથ મૂકીને કંઈક કહેતો જોવા મળ્યો હતો. આ સાંભળીને ધોની હસવા લાગ્યો

તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. ધોની કોહલી સાથે પણ વાત કરતો જોવા મળ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. વિરાટે 21 રનની ઇનિંગ રમી હતી