IPL 2024ની દરેક ટીમના કેપ્ટનનું લિસ્ટ

22 March, 2024 

IPL 2024 22 માર્ચથી શરૂ થઈ ચૂકી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જેનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ જેની કિંમત 6 કરોડ છે.

હાર્દિક પંડ્યા આ વખતે મુંબઈ ઇન્ડિયન્સની કમાન સંભાળશે. IPL રમવા માટે હાર્દિકને 15 કરોડ રૂપિયા મળે છે.

હાર્દિકના ગયા બાદ શુભમન ગીલે ગુજરાતની કમાન સંભાળી છે. iplમાં ગિલની કિંમત 8 કરોડ રૂપિયા છે.

સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન છે. તેને IPL રમવા માટે 14 કરોડ રૂપિયા મળે છે.

પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવનને IPL રમવા માટે 8.25 કરોડ રૂપિયા મળ્યા છે.

IPL 2024નો સૌથી સસ્તો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે, જેની કિંમત 7 કરોડ રૂપિયા છે. તેઓ આરસીબીનો હવાલો સંભાળશે.

IPL 2024નો સૌથી મોંઘો કેપ્ટન પેટ કમિન્સ છે. કમિન્સને SRH દ્વારા IPL 2024ની હરાજીમાં રૂ. 20.50 કરોડમાં ખરીદ્યો હતો.

ઋષભ પંત IPL 2024માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. IPLમાં પંતની કિંમત 16 કરોડ રૂપિયા છે.

KKRએ શ્રેયસ અય્યરને પોતાનો કેપ્ટન રાખ્યો છે, જેની કિંમત 12.25 કરોડ છે.

કેએલ રાહુલને લખનૌ સુપર જાયન્ટ્સે 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તેને પોતાનો કેપ્ટન પણ બનાવ્યો છે.