21.6.2025

Yoga Day : કસરત કરવાની નથી ગમતી ? બેઠા-બેઠા કરો આ યોગ મુદ્રાઓ

Image -  Social Media

વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

નિયમિત યોગા કરવાથી શરીરને ઘણા લાભ થાય છે.વિવિધ પ્રકારના યોગ જુદી-જુદી બિમારી માંથી રાહત મેળવવા માટે હોય છે. 

કેટલાક લોકો બીમારીના પગલે યોગ કરી શકતા નથી. ત્યારે તેઓ યોગ મુદ્રાઓ કરી શકે છે.

જુદી - જુદી યોગ મુદ્વા આંગળીઓ અને અંગુઠાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

જ્ઞાન મુદ્રા કરવાથી એકાગ્રતા, જ્ઞાન અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

વાયુ મુદ્રા કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

સૂર્ય મુદ્રા કરવાથી શરીરમાં ચયાપચયને વધારવા અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

પૃથ્વી મુદ્રા કરવાથી થાક દૂર કરવામાં મદદ કરે છે. આ તમામ મુદ્રા આશરે 10 મીનિટ કરવી જોઈએ.