આ ઈન્ડિયન આઈસ્ક્રીમ વિશ્વની 100 બેસ્ટ આઈસ્ક્રીમમાં સામેલ
6 Aug 2024
( Credit : Getty Images )
ઉનાળો આવતાની સાથે જ આઈસ્ક્રીમ ખાવાની શરુઆત કરી દેતા હોય છે. લોકો ઠંડા અને સ્વાદિષ્ટ આઈસ્ક્રીમને ડેઝર્ટ તરીકે પણ લે છે.
આઈસ્ક્રીમ
તાજેતરમાં ફૂડ ગાઈડ ટેસ્ટ એટલાસ એ વિશ્વભરની 100 સૌથી લોકપ્રિય આઈસ્ક્રીમની યાદી બહાર પાડી છે. જેમાં ભારતની આ 5 આઈસ્ક્રીમ પણ સામેલ છે.
ભારતના 5 આઈસ્ક્રીમ
બેંગલુરુ શહેરમાં સ્થિત કોર્નર હાઉસનો 'ડેથ બાય ચોકલેટ' આઈસ્ક્રીમ પણ આ યાદીમાં સામેલ છે. તેમાં આઈસ્ક્રીમ, ચોકલેટ સોસ, ડ્રાય ફ્રૂટ્સ અને કેક ઉમેરવામાં આવે છે.
ચોકલેટ આઈસ્ક્રીમ
મેંગલુરુના આઈસ્ક્રીમ પાર્લર પબ્બાની પ્રખ્યાત આઈસ્ક્રીમમાં 'ગડબડ'નું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમાં બદામ, ફળો અને ચાસણીનું મિશ્રણ કરવામાં આવે છે.
ગડબડ
આ યાદીમાં અપ્સરા આઈસ્ક્રીમ પાર્લર, મુંબઈની 'જામફળ ફ્લેવર' આઈસક્રીમનો પણ સમાવેશ થાય છે. તેમાં મરચું અને મીઠું ઉમેરવામાં આવે છે.
જામફળ આઈસક્રીમ
મુંબઈની કે. રૂસ્તમ એન્ડ કંપનીની 'સેન્ડવિચ આઈસ્ક્રીમ' પણ સામેલ છે. આ કેરીનો આઈસ્ક્રીમ છે. જે વેફરમાંથી સેન્ડવીચની જેમ સર્વ કરવામાં આવે છે.
સેન્ડવિચ આઈસ્ક્રીમ
મુંબઈની નેચરલ્સ આઈસ્ક્રીમ ખૂબ પ્રખ્યાત છે. તેનો 'ફ્લેવર્ડ ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ' પણ આ યાદીમાં સામેલ છે. તે તેના ક્રીમી સ્વાદ માટે પ્રખ્યાત છે.