30 july  2024

Photo : Instagram

ભૂખ ન લાગે તો સમજો શરીરમાં છે આ સમસ્યા 

ભૂખ લાગવી એ એક સામાન્ય બાબત છે, જ્યારે ભુખ લાગે છે ત્યારે જ આપણે ભોજન ગ્રહણ કરતા હોય છીએ.

પણ ભુખ ન લાગવી એ પણ એક સમસ્યા ગણાવામાં આવે છે.

ભોજન કરવાથી શરીરને ઊર્જા મળે છે. ભુખ ન લાગવાથી ખોરાક ખાવાનું પ્રમાણ ઘટી જાય તો શરીરમાં ઊર્જાનો અભાવ રહે છે.

આવો જાણીએ ભુખ ન લાગવી એ કઇ બીમારીના સંકેત છે.

એનોરેક્સિયા નર્વોસા- વજન વધવાની ચિંતાને કારણે લોકો ઓછું જમવા લાગે છે, અને ધીમે ધીમે આ બીમારીનો શિકાર બની જાય છે.

વાઇરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસ પણ ભૂખ ન લાગવાનું એક કારણ છે. તે પેટ અને આંતરડાને લગતી સમસ્યા છે.

 તણાવ અને હતાશા પણ ભૂખ ન લાગવાનું કારણ બની શકે છે.

મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર એ ડિપ્રેશનની સ્થિતિ છે જેમાં વ્યક્તિનો મૂડ ખૂબ જ ઝડપથી બદલાય છે. તે ભૂખને પણ અસર કરે છે.

લિવર ડેમેજ થવાને કારણે લીવર ફેલ્યોર પણ થઈ શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો ભૂખ ઓછી થાય છે

જો તમને ભૂખ ઓછી લાગતી હોય અને વજનમાં સતત ઘટાડો થતો હોય તો તે ટીબીનું લક્ષણ હોઈ શકે છે

હોર્મોનલ અસંતુલન પણ ભુખ ન લાગવાનું કારણ બની શકે છે.