30.7.2024

વરસાદી માહોલમાં ફરાળી બફવડાની મજા માણો, આ રહી રેસીપી

Image - Social Media 

વરસાદી માહોલમાં તમે પણ ફરાળી બફવડાની મજા માણી શકો છો.

સૌથી પહેલા બટાકાને બાફી લો. ત્યારબાદ બટાકાને મેશ કરો.

મેશ કરેલા બટાકામાં લીલા મરચાની પેસ્ટ, કાજુ- બદામના ટુકડા, દ્રાક્ષ નાખો.

ત્યાર બાદ મિશ્રણમાં શેકેલા સિંગદાણાનો ભુકો તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

વડા બનાવવા માટે શિંગોડાનો લોટ લો. તેમાં ફરાળી મીઠું નાખીને ઘટ્ટ ખીરુ તૈયાર કરો. 

હવે બટાકાના મિશ્રણમાંથી નાના બોલ તૈયાર કરો. આ બોલ્સને ખીરામાં ડીપ કરીને ફ્રાય કરો. 

ધ્યાન રાખો કે વડાને મીડિયમ ગેસ રાખીને તળવાના છે. વડાનો રંગ ગોલ્ડન થાય એટલે તેને કાઢી લો. 

બફવડાને કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકાય છે.