24 july  2024

Photo : Twitter

પથરીનો દુખાવો કેવી રીતે ઘટાડવો?

જ્યારે કિડનીમાં પથરી હોય ત્યારે તીવ્ર પીડા અનુભવાય છે. ક્યારેક આ પીડા અસહ્ય બની જાય છે. આવી સ્થિતિમાં, તમે પીડા ઘટાડવા માટે કેટલાક ઉપાયોનો અજમાવી શકો છો.

ચિકિત્સકના જણાવ્યા મુજબ,'કિડનીમાં પથરી ક્રિસ્ટલના રૂપમાં હોય છે, જે ત્યારે બને છે જ્યારે ખનિજો અને સોડિયમ એકઠા થાય છે. પથરીને કારણે પીઠ, કમર અને પેટમાં દુખાવો થવા લાગે છે.

પથરીનો દુખાવો ઓછો કરવા માટે તમે તુલસીના પાન ચાવી શકો છો. તુલસીમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે દુખાવો ઓછો કરે છે.

લીંબુનો રસ પીવાથી પથરીનો દુખાવો મટે છે. આ ઉપરાંત તેમાં હાજર વિટામીન સી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ શરીરમાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે.

નાળિયેર પાણી પીવાથી પથરીનો દુખાવો મટે છે. તેમાં હાજર એન્ટિ-લિથોજેનિક ગુણો કિડનીના દુખાવામાં રાહત આપે છે.

પથરીનો દુખાવો ઓછો કરવા માટે રોજ પાણી પીવો. તમને જણાવી દઈએ કે ક્યારેક ડિહાઈડ્રેશનને કારણે શરીરમાં દુખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવો.

પથરીના દુખાવાને ઓછો કરવા માટે તમે રોજ યોગા કરી શકો છો. કપાલભાતી જેવા યોગના આસનો પથરીના દુખાવાને મટાડે છે.