ઘર માટે પરફેક્ટ AC કેવી રીતે ખરીદવું, 1 ટન કે 1.5 ટન,ક્યું AC રહેશે બેસ્ટ ?
10 April, 2024
Image - Socialmedia
નવું AC ખરીદતા પહેલા લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે કેટલા ટનનું એસી ખરીદવું જોઈએ. આજે આપણે આ પ્રશ્નનો જવાબ આપવાના છીએ
AC માં ટનનો સિધો સંબંધ વધારે કુલિંગ અને વીજળી વપરાશ સાથે છે
કોઈપણ નવું AC ખરીદતા પહેલા હંમેશા રૂમની સાઇઝ અને ઘરની સ્થિતિને ધ્યાનમાં રાખો. જો તમારું ઘર ઉપરના માળે છે, તો ત્યાં વધુ ગરમી હોય છે
જો તમારો રૂમ 100-120 ચોરસ ફૂટનો છે, તો 1-ટનનું AC તમારા માટે યોગ્ય છે. જો 80-100 ચોરસ ફૂટનો રૂમ હોય તો તેમાં 0.8 ટનનું AC પણ કામ કરશે. રૂમની સાઇઝ ખાસ જુઓ
જો રૂમનું કદ 130-200 ચોરસ ફૂટ છે, તો તમારે 1.5 ટનનું AC ખરીદવું પડશે. જો તમે ઘરના હોલ વગેરેમાં એસી લગાવવા માંગો છો, જેની સાઈઝ 250 ચોરસ ફૂટથી વધુ છે, તો તમારે 2 ટનનું એસી લગાવવું પડશે
જો તમે તમારા ઘર માટે પરફેક્ટ સાઇઝનું AC ખરીદવા માગતા હોવ, તો Google પર AC Tonnage Calculator છે. આ ટુલ તમને એસીની પસંદગી કરવામાં ફ્રીમાં મદદ કરશે
એસીમાં ટનનો મતલબ Tonnage કૂલિંગ થાય છે, આને બ્રિટિશ થર્મલ યૂનિટથી માપવામાં આવે છે. સામાન્ય રીતે AC માં BUT ની રેંજ 5000 થી 24 હજાર સુધી જાય છે
એક રૂમ માટે પ્રતિ સ્વેરફૂટની માટે 20 BUT નો ઉપયોગ થાય છે
વધારે કૂલિંગ મેળવવા માટે જરૂરી નથી કે તમે AC ને 18 કરી દો અમુક ટીપ્સ અનુસરીને તમે એસીને વધારે કૂલ કરી શકો છો
જેમ કે મીડિયમ સ્પીડમાં એસી ચાલુ રાખીને ફેન પણ ઓન રાખો, આના કારણે કુલિંગ આખા ઘરમાં ફેલાઇ જશે