દિવસમાં કેટલા કલાક Phoneનો ઉપયોગ કરવો જોઈએ? જાણો અહીં

17 June 2024 

Image - Socialmedia

ફોન આપણા જીવનનો એક ખાસ ભાગ બની ગયો છે. એક મિનિટ માટે પણ ફોન હાથમાં ન હોય તો માણસ બેચેન થઈ જાય છે

Image - Socialmedia

પણ આજકાલ મોટાભાગના લોકો એક વાર ફોન હાથમાં લઈને બેસે તો તેને મુકવાનું નામ જ નથી લેતા અને તેમા જ રચ્યા-પચ્યાં રહે છે

Image - Socialmedia

પણ શું તમે જાણો છો દરેક વ્યક્તિએ દરરોજ કેટલા કલાક ફોનનો ઉપયોગ કરવો જોઈએ? નહીં, તો ચાલો જાણીએ

Image - Socialmedia

નિષ્ણાતો કહે છે કે બાળકો અને કિશોરોએ દિવસમાં 2 કલાકથી વધુ સમય સુધી ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.

Image - Socialmedia

કારણ કે તેની આંખો પર ખરાબ અસર પડે છે ઉંઘ પણ બગડે છે અને બાળકોના શારીરિક વિકાસ પર પણ અસર પડે છે.

Image - Socialmedia

પુખ્ત વયના લોકો એ દિવસમાં 3 થી 4 કલાક ફોનનો ઉપયોગ કરવો, તેથી વધુ સમય ઉપયોગ કરતા આંખને થાક, માથાનો દુખાવો અને તાણ, ગુસ્સો આવવાની સમસ્યા થઈ શકે છે.

Image - Socialmedia

વૃદ્ધ લોકો જેમને આંખ અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય તેમણે દિવસના 1થી 2 કલાક ફોનનો ઉપયોગ કરવો જોઈએ

Image - Socialmedia

જો ફોનનો વધારે ઉપયોગ કરવામાં આવે તો તેની વિકૃત અસર માણના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. 

Image - Socialmedia

આથી દર 20-30 મિનિટ પછી 5-10 મિનિટનો વિરામ લો અને આંખો અને મનને આરામ આપો, તેમજ ફોનનો અંધારામાં ઉપયોગ ન કરો અને ટાઈમ લિમિટ નક્કી કરો.

Image - Socialmedia