1 માર્ચ 2024

કેટલું ભણેલી છે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ?

અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન અને લગ્ન પહેલા પ્રી-વેડિંગની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે

રાધિકા અને અનંત પ્રી-વેડિંગ ફંક્શન હાલ જામનગરમાં ચાલી રહ્યા છે.  

ત્યારે લોકો જાણવા માંગે છે કે અંબાણી ખાનદાનની નાની વહુ રાધિકા મર્ચન્ટ શું કરે છે અને કેટલું ભણેલી છે ?

રાધિકા મર્ચન્ટ વિરેન અને શૈલા મર્ચન્ટની નાની દીકરી છે. વિરેન મર્ચન્ટ એક પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ ફર્મ એન્કોર હેલ્થકેરના CEO છે.

રાધિકા મર્ચન્ટે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જે બાદ તેણે મુંબઈની ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાં રિસર્ચરનું પણ કામ કરી ચૂકી છે 

રાધિકાએ બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ઈન્ટરનેશનલ ડિપ્લોમાની ડિગ્રી પણ મેળવી છે 

રાધિકાએ 2017માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. જે બાદ તેણે લૉ પોઈન્ટ, દેસાઈ અને દિવાનજી ખાતે તાલીમ પણ લીધી છે.

આ ઉપરાંત, તેણે ઇન્ટરબિઝનેસ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટમાં ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું છે અને ઇસ્પ્રાવામાં જુનિયર સેલ્સ મેનેજરની પોસ્ટ પર પણ કામ કરી ચૂકી છે.

હાલ રાધિકા ફેમિલી બિઝનેસ કંપની એનકોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે. આ સાથે તે ભરતનાટ્યમમાં પણ નિપુણતા ધરાવે છે