9 વર્ષ નાના ટપ્પુ સાથે બબીતાજીના અફેરની ચર્ચા કેવી રીતે શરુ થઈ?

14 March, 2024 

Image - Instagram

તારક મહેતા શોના એક્ટર બબીતાજી એટલે કે મુનમુન દત્તા અને ટપ્પુ એટલે રાજ અનડકટની સગાઈની અફવા બાદ ભારે ચર્ચા ચાલી રહી છે.

Image - Instagram

ત્યારે આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા મુનમુને તેને બકવાસ અને તદ્દન ખોટી ગણાવી છે.

Image - Instagram

મુનમુને તેની સગાઈના સમાચાર વિશે સત્ય જણાવ્યું. હવે ચાલો જાણીએ કે તેમના અફેરની ચર્ચા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ.

Image - Instagram

ચાહકો જાણે છે કે રાજ અનડકટ 2017માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ભાગ બન્યો હતો. આ શોમાં તેણે જેઠાલાલના પુત્ર ટપ્પુનો રોલ કર્યો હતો.

Image - Instagram

મુનમુન દત્તા 'તારક મહેતા'માં બબીતાજીની ભૂમિકા ભજવીને પહેલાથી જ લોકપ્રિય હતી. શોમાં જ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી તેમની મિત્રતા ગાઢ થઈ ગઈ.

Image - Instagram

બંને બ્રેક દરમિયાન એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. આથી પહેલી વાર અફેરની ચર્ચા 2021માં સામે આવી હતી

Image - Instagram

તે પહેલાઘણા ઈન્ટરવ્યુમાં બંને એકબીજાના કામના વખાણ કરતા જોવા મળ્યા હતા. મુનમુન-રાજ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો શેર કરતા હતા.

Image - Instagram

અફેરની ચર્ચાઓ બાદ રાજે 'તારક મહેતા' છોડી દીધો તેમ કહેવામાં આવી રહ્યું હતુ. પરંતુ અભિનેતાએ આને પણ જુઠ્ઠું ગણાવ્યું.

Image - Instagram

તેમના સંબંધો ઘણી વખત હેડલાઇન્સમાં હતા, પરંતુ તેઓ હંમેશા ડેટિંગને માત્ર અફવા ગણાવતા હતા. બંનેને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ તમામ ગોસિપ પર ચૂપ રહ્યા હતા.

Image - Instagram

જો કે, રાજની ટીમે આ સમાચાર પર મૌન તોડ્યું અને કહ્યું - તમે લોકો સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર વાંચી રહ્યા છો તે ખોટા, પાયાવિહોણા અને બકવાસ છે.

Image - Instagram