Health Tips: ચા સાથે ક્યારેય આટલી વસ્તુનું ન કરવુ જોઈએ સેવન- જાણો

01 August 2024

અનેક લોકોની સવાર ચાની ચુસ્કી સાથે થાય છે. ચા પીધા બાદ જ કેટલાકની ઉંઘ ઉડે છે

દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારની ચા પીવામાં આવે છે, જો કે દૂધની ચા દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે

અનેક લોકોને ચા સાથે કંઈક ખાવાની આદત હોય છે પરંતુ ચા સાથે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ ના ખાવી જોઈએ તેનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ કેટલાક લોકો ખાવાની સાથે પણ ચા પીતા રહે છે જ્યારે કેટલાક લોકોને જમ્યા પછી તરત જ ચાની જરૂર પડે છે

 જો કે ચા સાથે કેટલીક વસ્તુનું સેવન શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે

લેમન ટી ને અવગણો. હેલ્થ એક્સપર્ટના અનુસાર લેમન ટી થી શરીરમાં એસિડિટી વધી શકે છે. પેટ ફુલી જવાનો ખતરો રહે છે અને હાર્ટ બર્ન જેવી સમસ્યા પણ થઈ શકે છે

ચાની તાસીર ગરમ હોય છે. આથી ચા સાથે કોઈ ઠંડી વસ્તુ ન ખાવી, ન પીવી. તેનાથી પાચનક્રિયા ખોરવાઈ શકે છએ. કંઈપણ ઠંડી વસ્તુ ખાધા પછી 30 મિનિટ સુધી ચા ન પીવી.

ચા સાથે ચણાના લોટની વસ્તુઓ ખાવાથી પાચનની સમસ્યાનો ખતરો રહે છે. પકોડા, નમકીન સાથે ચા પીવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટના અનુસાર જે લોકો વારંવાર ચા સાથે ચણાના લોટની વસ્તુઓ ખાય છે તેમને પાચન સંબંધી ગંભીર સમસ્યાઓ થાય છે.