લોકો ઘણા પ્રકારના ડાયેટિંગને અનુસરે છે અને ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ વજન ઓછું કરી શકતા નથી.
Image - Instagram
જો તમે પણ વજન ઘટાડવાની જર્ની પર છો, તો તમે તમારા આહારમાં ઘઉંની જગ્યાએ અન્ય અનાજમાંથી બનેલી રોટલીનો સમાવેશ કરી શકો છો.
Image - Instagram
આ રોટલી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
Image - Instagram
જો તમે વજન ઘટાડવા માંગો છો તો બાજરીની રોટલી ખાવ, કારણ કે બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે તે બ્લડ શુગર લેવલને જાળવી રાખે છે પણ તેની તાસીર ગરમ હોવાથી ગરમીમાં તેનું સેવન ઓછું કરો
Image - Instagram
વજન ઘટાડવા માટે ચણાના લોટની રોટલી કે ચણાના લોટના પુડલા એક સારો વિકલ્પ છે, તે પ્રોટીનથી સમૃદ્ધ છે અને કેલરી ઘટાડવામાં મદદ કરે છે
Image - Instagram
રાગી એ ઓછું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતું અનાજ છે, તેથી તેના લોટમાંથી બનાવેલી રોટલી ડાયાબિટીસમાં ફાયદાકારક છે. તેનાથી વજન પણ ઝડપથી ઘટે છે
Image - Instagram
આહારમાં જુવારની રોટલીનો સમાવેશ કરી શકો છો, કારણ કે તેમાં ફાઈબર સારી માત્રામાં હોય છે. જુવારના લોટમાંથી બનેલી રોટલી ખાધા પછી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે
Image - Instagram
નવરાત્રી અને અન્ય ઉપવાસ દરમિયાન ખવાતા શિગોડાના લોટની રોટલી પણ વજન ઘટાડવાના અને તમને ફિટ અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.