06 june, 2024

ચા સાથે આ 5 વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ

એવી ઘણી ખાવાની વસ્તુઓ છે જે ચા સાથે લેવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. એટલા માટે ચા સાથે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જરૂરી છે.

ચા સાથે કેક ન ખાવી જોઈએ. આ કારણે સુગરનું સેવન વધુ પડતું થઈ શકે છે અને સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના વધી જાય છે.

ફ્રુટ સલાડ પણ ચા સાથે ન ખાવું જોઈએ. બંને વસ્તુઓને એકસાથે ભેળવવાથી શરીર પર વિપરીત અસર થાય છે. આ બંને વસ્તુઓનું અલગ-અલગ સેવન કરવું જોઈએ.

ચા સાથે અન્ય ડેરી પ્રોડક્ટનું સેવન કરવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને દહીં. ચા અને દહીંનું એકસાથે સેવન કરવાથી સ્કીનની એલર્જી અને પેટની સમસ્યા થઈ શકે છે.

લીંબુ અને નારંગી જેવા એસિડિક ખોરાક ચા સાથે ન લેવા જોઈએ. તેનાથી એસિડિટી થઈ શકે છે અને પેટની સમસ્યા વધી શકે છે.

આયર્નથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી ચા સાથે ન ખાવા જોઈએ. ચામાં રહેલા ઓક્સાલેટ્સ આયર્નના શોષણને અવરોધે છે.