Plant In Pot : ઘરે કૂંડામાં ટામેટા નથી ઉગતા ? અપનાવો આ સરળ ટીપ્સ
Image - Social Media
જો તમને કિચન ગાર્ડનનો શોખ હોય, તો ટામેટા કુંડા વાવવો એ એક ઉત્તમ વિકલ્પ છે.
ઘરે ટામેટા ઉગાડવા માટે સૌથી પહેલા ટામેટાના બીજ કાઢીને સૂકવી લો. અથવા તો તમે નર્સરીમાંથી બીજ ખરીદી શકો છો.
કુંડાની માટીને તડકામાં સૂકવી દો, જે જીવાતો અને ફૂગ દૂર કરે છે. ત્યારબાદ તેમાં છાણીયું ખાતર અથવા વર્મીકમ્પોસ્ટ ઉમેરો, જે છોડને ઝડપથી વધવામાં મદદ કરે છે.
બીજ 2-3 ઇંચ ઊંડા વાવો અને થોડું પાણી આપો. બીજ અંકુરિત થાય ત્યારે છોડને પૂરતા સૂર્યપ્રકાશમાં રાખો.
જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે ટામેટા કુંડામાં વાવવા શ્રેષ્ઠ છે કારણ કે આ સમય દરમિયાન છોડ ઝડપથી વધે છે.
12-14 ઇંચ ઊંડા કુંડા યોગ્ય છે. કુંડાના તળિયે પાણી નિકાલ માટે છિદ્રો હોવા જરૂરી છે.
જ્યારે ફૂલો આવે, ત્યારે થોડું મીઠું પાણી અને લીમડાનું તેલ છાંટો, આ મૂળને મજબૂત બનાવે છે અને જીવાતોને પણ અટકાવે છે.
સમયસર પાણી,ખાતર અને જીવાત નિયંત્રણ કરવાથી છોડ 2-3 કિલો ટામેટાનું ઉત્પાદન કરી શકે છે.